ગઝલ કાવ્યસ્વરૂપ વિશે મકરન્દ દવેની વિચારણા
Abstract
ગુજરાતી સાહિત્યમાં ગાંધી-અનુગાંધી યુગને જોડતા સંધિકાળમાં કવિ તરીકે મકરન્દનો પ્રવેશ થાય છે.કાવ્યના એકાધિક સ્વરૂપોમાં સર્જન કરીને પોતાનું નિશ્ચિત સ્થાન બનાવ્યું.એ સાથે જ એકાધિક પ્રવૃતિઓમાં સહભાગી થયા.રાષ્ટ્રીય આંદોલનમાં તો યુવાનવયે જ સહભાગી થઈને રાષ્ટ્ર-સમાજ પ્રત્યેની નિષ્ઠાનો પરિચય કરાવ્યો હતો.અધ્યાત્મમાં અનેરી રુચિ હોવાના કારણે એ વિષયના એકાધિક પુસ્તકો પણ આપ્યા ને એ રીતે આત્મકલ્યાણની વ્યક્તિગત સાધના ગણાતી વિધાને પણ પોતાના પૂરતી મર્યાદિત ન રાખતા 'ગમતાનો ગુલાલ' કર્યો.માત્ર સ્વકેન્દ્રી ન રહેતા સમસ્ત માનવજાત સાથે સ્નેહના તાંતણે બંધાઈને માટીના માણસ પર અક્ષુણ્ણ શ્રદ્ધાની અનુભૂતિ કરાવી.એમના તમામ પ્રકારના સર્જનોમાં કેન્દ્રસ્થાને તો અદના માણસની મહાનતા જ રહી છે.એને અનુલક્ષીને જ વિવિધ પ્રકારનું સાહિત્ય રચ્યું.પુરાણો,ઉપનિષદો વગેરેનો અભ્યાસ કર્યો અને એ વિષયના એકાધિક ગ્રન્થો આપ્યા.સૂફીવાદ,વિશ્વના ધર્મોનું સાહિત્ય, ઉર્દૂ કાવ્યસાહિત્ય,લોકસાહિત્ય,સંતસાહિત્ય,અંગ્રેજી સાહિત્યનો વિશેષ અભ્યાસ કર્યો અને એમનું સર્જન એ વિષયોના પરિધમાં વિસ્તરેલું છે.'સાંઈ' મકરન્દ તરીકે ખ્યાતિ પામેલા આ સર્જક કવિ,આધ્યાત્મના અભ્યાસુ,સંતસાહિત્યના મર્મજ્ઞ તરીકે જેટલાં પ્રસિદ્ધિ પામ્યા છે એટલા વિવેચક તરીકે જાણીતા થયા નથી.એમની સાહિત્યિક વિવેચના પ્રમાણમાં મર્યાદિત હોવા છતાં એમની વિવેચકીય દૃષ્ટિ અને સૂઝના કારણે ગુજરાતી સાહિત્યને ઠીકઠીક સમૃદ્ધ કર્યું છે.અહીં એમણે ગઝલ કાવ્યસ્વરૂપ અંગે જે વિચારણા કરી છે એ સંદર્ભે ચર્ચા કરવાનો ઉપક્રમ છે.એમણે જુદાં-જુદાં સ્થાને ગઝલના સ્વરૂપ,ગઝલનું આતરતત્વ,ગુજરાતી ગઝલની દશા અને દિશા,ગઝલકારની સજ્જતા જેવા ગઝલસંલગ્ન વિભિન્ન મુદ્દાઓ અંગે વિસ્તૃત ચર્ચા કરી છે,જેનો એકસૂત્રી અભ્યાસ કરવાથી આ વિષય સંબધિત તેમની ચોક્કસ વિચારણાનો ખ્યાલ આવશે.
Downloads
References
આઠોં જામ ખુમારી-અમૃત'ઘાયલ',પ્રવીણ પ્રકાશન પ્રા.લિ.,નવસંસ્કરણ-2012
છીપનો ચહેરો ગઝલ-સં. અમૃત'ઘાયલ',મકરન્દ દવે,સાહિત્ય ભારતી ટ્રસ્ટ, પ્રથમ આવૃત્તિ(આવૃત્તિ વર્ષ પુસ્તકમાં લખેલું નથી)
કોઈ ઘટમાં ગહેકે ઘેરું-૨ ,સં.ઈશા કુન્દનિકા,નવભારત સાહિત્ય મંદિર,પ્રથમ આવૃત્તિ-2006
મકરન્દ દવે:એક મુલાકાત, સુરેશ દલાલ,ઇમેજ પબ્લિકેશન્સ,પ્રથમ આવૃત્તિ-1997